ડભોઇ કિલ્લો : વડોદરા જિલ્લો
ડભોઇ કિલ્લો
નર્મદા ડેમનો મુખ્ય પ્રવેશ દ્વાર ડભોઇ કિલ્લો છે. તે ગુજરાતના દર્ભવતી શહેર પાસે આવેલો છે. તે દક્ષિણ-પૂર્વ વડોદરાથી ૨૯ કિ.મી. દૂર આવેલો છે. તે ૧૩ મી સદીમાં રાજપૂતોની યાદ અપાવે છે.
આ કિલ્લો ૬ઠ્ઠી સદીની આસપાસ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૩-૧૧૪૩) આ કિલ્લાનો વિકાસ કરેલો હતો. આ કિલ્લો હિન્દુ પરંપરાને ઉજાગર કરે તેવું સ્થાપ્ત્ય ધરાવે છે. આ કિલ્લાનું કોતરણી કામ બેનમુન છે. આ કિલ્લાના ચાર મુખ્ય પ્રવેશ દ્વાર છે. તેમાં મુખ્યત્વે હીરા ભગોલ ખૂબ જ સુંદર સ્થાપત્ય કળાનો નમૂનો છે. જે હિરાઘર નામના શિલ્પી દ્વારા બનાવવામાં આવ્યો હતો. પશ્ચિમ માં વડોદરા ગેટ, પૂર્વમાં હિરાદ્વાર, ઉત્તરમાં ચાંપાનેર અને નાંદોદ દક્ષિણમાં આવેલ છે. ઘણી જૈન પ્રતિભાઓએ વસવાટ કરેલો હતો. આ કિલ્લો પ્રાચીન ભારતના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવે છે.
Comments
Post a Comment