છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરના પૂરગ્રસ્ત નગરજનોની વ્હારે પહોંચી
છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરના પૂરગ્રસ્ત નગરજનોની વ્હારે પહોંચી
૧૬૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
***
પાણીની ૨૫૦૦ બોટલ, ૭૦૦ ફૂડ પેકેટ અને ૫૦૦ નાસ્તાના પેકેટનું વિતરણ કરાયું
***
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ઘણા શહેરોની હાલત કફોડી બની છે. જ્યારે વડોદરા શહેરમાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરમાં ખડે પગે સેવા આપી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ તા.૨૮/૦૮/૨૦૨૪ થી વડોદરા શહેરના માંજલપુર, કલાલી અને તલસર વિસ્તારના લોકોની મદદ માટે દિવસ રાત ખડે પગે છે. આ ટીમ દ્વારા ૧૬૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તદુપરાંત જરૂરિયાતમંદ લોકોને પાણીની ૨૫૦૦ બોટલ, ૭૦૦ ફૂડ પેકેટ અને ૫૦૦ નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
એક સ્ટેશન ફાયર ઓફિસર, એક લિડિંગ ફાયરમેન, એક ડ્રાઇવર કમ પંપ ઓપરેટર અને ચાર ફાયરમેન કમ ડ્રાઇવર મળી કુલ ૭ અધિકારી-કર્મચારીઓની આ ટીમ ફાયર બોટ વિથ ઓ.બી.એમ. મશીન સહિત જરૂરી રિસ્ક્યુ સામગ્રીથી સજ્જ છે.
Comments
Post a Comment