Laxmi Vilas Palace-લક્ષ્‍મી નિવાસ પૅલેસ - વડોદરા

 

Laxmi Vilas Palace-લક્ષ્‍મી નિવાસ પૅલેસ - વડોદરા

ઇ.સ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ લક્ષ્‍મી નિવાસ પૅલેસ બનાવ્‍યો હતો. જેના આર્કિટેકટ મેજર ચાર્લ્‍સ મંટ હતા. તે ૧૯ મી સદીના સ્‍થાપત્‍યના એક સુંદર નમૂનો છે. તે લંડનના બકિંગહામ પૅલેસથી ચાર ગણો મોટો છે. આ શાહી પરિવારનું નિવાસ સ્‍થાન હતું. જે બરોડા પર શાસન કરતું હતું. અહીં ઘણી વખત સંગીત મહેફિલ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ થતા હતાં. અહિના ફલોર વેનેશિયન શૈલી દ્વારા, દિવારો અને બારીઓ બેલ્‍જીયમ શૈલી દ્વારા સજાવવામાં આવી હતી. જે કોતરણી કામ અને સ્‍થાપત્‍યનો એક અદ્દભુત નમૂનો છે. અહીંનો બગીચો વિલિયમ ગોલ્‍ડરીંગ દ્વારા સજાવવામાં આવ્‍યો હતો. જે મહેલની સુંદરતામાં વધારો કરે છે. આ મહેલ હવે મુલાકાતીઓ માટે ખુલ્‍લું છે.

આ મહેલ ૭૦૦ એકરમાં ફેલાયેલો છે. તેમાં જુદી જુદી ઇમારતો, સંગ્રહાલયો, મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલયની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઇમારત મહારાજા શાળાના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવી હતી. શાહી પરિવારને લગતા ઘણા કળાના નમૂના અહીંના સંગ્રહાલયમાં આવેલા છે. જેમાં નોંધનીય રાજા રવી વર્માના ચિત્રો જે વડોદરાના મહારાજા દ્વારા અનુલક્ષિત કરવામાં આવ્‍યા હતાં.

Comments